1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ
ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડના કર્યાં વખાણ

0
Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આજે બુધવારથી નવા હેડ કોચ સાથે મેદાનમાં ઉતરશે. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ બેસ્ટમેન રાહુલ દ્રવિડની ફરિ એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તેમજ ફરીથી તેમણે ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ ઉપર લઈ જવાની તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે તેમને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં હવે રાહુલ દ્રવિડના યુગને પ્રારંભ થઈ રહ્યો છે.

દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી અને 2000થી 2005 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુકેલા જ્હોન રાઈટએ રાહુલ દ્રવિડના વખાણ કર્યાં છે. રાઈટ જ્યારે ટીમ ઈન્ડિયાના કોચ હતા ત્યારે રાહુલ દ્રવિડ પણ ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી મનતા હતા.

2000ના દાયકાની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા કોચ રહી ચુકેલા કિવી દિગ્ગજ જોન રાઈટે ટીમ ઈન્ડિયામાં તેમના પૂર્વ શિષ્યને મહત્વની જવાબદારી મળતા ખુશી વ્યક્ત કરી છે. તેમજ તેમણે દ્રવિડની સફળતાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને કોચિંગનો અનુભવ છે અને તે પોતાના દમ પર સારું કામ કરી શકશે. એટલું જ નહીં તેમણે રાહુલ દ્રવિડને  બુદ્ધિશાળી અને જ્ઞાનનો ભંડાર ગણાવ્યાં છે.

તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કોચ તરીકે દ્રવીડની નિયુક્તિ યોગ્ય છે તેઓ ભારત માટે જોરદાર કામ કરશે. તેઓ બુદ્ધિમાન હોવાની સાથે રમતને સારી રીતે સમજે પણ છે. આઈપીએલ, અંડર-19 અને ઈન્ડિયા-એ સાથે કોચિંગના કારણે તેમને સારો અનુભવ છે. તેઓ સારુ કામ કરશે પરંતુ અંતે મેચ તો ખેલાડીઓ જ જીતાડશે. દ્રવિડની કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજનારા ટી-20 વર્લ્ડકપ, આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વન-ડે વિશ્વકપ પણ રમાશે.

(PHOTO-BCCI)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code