1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હોમગાર્ડની 6700 જગ્યા માટે 35000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ગુજરાતમાં હોમગાર્ડની  6700 જગ્યા માટે  35000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ગુજરાતમાં હોમગાર્ડની 6700 જગ્યા માટે 35000 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પોલીસ વિભાગમાં  LRD અને PSIની ભરતીપ્રક્રિયા પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. સાથે જ હોમગાર્ડની ભરતીપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. લોકરક્ષક દળમાં તો 9000 જગ્યા સામે 12 લાખ જેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે હોમગાર્ડની 6700 જગ્યા માટે 35 હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. માનદ સેવા ગણાતી આ ફોર્સમાં પણ ભરતીનો એટલો જ ઉત્સાહ છે. આવતીકાલથી અમદાવાદમાં હોમગાર્ડની ભરતીપ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યા બાદ સ્થળ પર જ ડોક્યુમેન્ટ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.. ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી આ ભરતીપ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

હોમગાર્ડની મહિને માત્ર 9000ના પગારવાળી નોકરી મેળવવા 6700 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારો માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારાને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવાર દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય એવું જોવા મળી રહ્યું છે. PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને 15,944 જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. (File-photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code