1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન ખૂલતાની સાથે ઓફલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ

ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન ખૂલતાની સાથે ઓફલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ

0
Social Share

અમદાવાદઃ  દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે વેકેશન પૂર્ણ થયું છે અને હવે તબક્કા વાર પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કરાયો છે. આજે તા.24મીને બુધવારથી યુનિવર્સિટીમાં UGમાં 3 અને 5મા સેમેસ્ટરની તેમજ PGમાં પાંચમા સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાનો પ્રારંભ થયો છે. કોરોનાના કેસો ઘટતાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે ઓફલાઈન પરીક્ષા આપી રહ્યાં છે.

ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળીનું વેકેશન ખૂલતાની સાથે પરીક્ષાની મોસમ પણ શરૂ થઈ છે, માર્ચ 2020થી યુનિનો અભ્યાસ પણ ઓનલાઇન હતો અને પરીક્ષા માટે ઓનલાઇન તથા ઓફલાઈનના વિકલ્પ આપવામાં આવી રહ્યા હતા ત્યારે હવે કેસ ઘટતા વિદ્યાર્થીઓએ ઓફલાઇન માધ્યમ દ્વારા જ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે. આજથી ગુજરાત યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી રહ્યા છે. હવે અગાઉની જેમ રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. GTUમાં પણ અગાઉ ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે કેસ ઘટતા ઓનલાઇનનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. GTUમાં અગાઉ રિમીડિયલની પરીક્ષા પણ યોજાઈ હતી. જેમાં પણ ઓનલાઇનનો વિકલ્પ અપાયો નહોતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ગત વર્ષથી ડિફેન્સને લગતા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 18 કોર્ષ છે. કાલે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ હતો ત્યારે આ કોર્ષ ચાલુ થયાના બીજા વર્ષમાં 450 લોકોએ એડમિશન લીધું છે. ડિફેન્સના કોર્ષ અત્યારે કોઈ ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાં ભણવવામાં આવતો નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં જ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત યુનિવર્સિટીને સફળતા મળી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code