Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ચારનાં મોત, 20 ઘાયલ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ચાર લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષક શ્રુતકીર્તિ સોમવંશીએ જણાવ્યું કે આ ઘટના બટિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર ગામ પાસે રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે બની હતી.

તેમણે જણાવ્યું કે દમોહ જિલ્લાના ઘુઘાસ ગામના કેટલાક લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં છતરપુર જિલ્લાના જટાશંકર જઈ રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેમની ઓળખ હેમેન્દ્ર (ઉ.વ. 10), છોટી બાઈ (ઉ.વ 45), લક્ષ્મણ (ઉ.વ 17) અને ગંજલી બહુ (ઉ.વ. 50) તરીકે થઈ હોવાનું જાણવા મળે છે. તેમણે કહ્યું કે, 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી છને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Exit mobile version