ભોપાલઃ ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં હાજર 337 મેટ્રિક ટન ઝેરી કેમિકલ કચરાને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા. ઝેરી કેમિકલ કચરો ભરેલી ટ્રકોને ધારના પીથમપુર મોકલવામાં આવી. તેને પીથમપુરની રામકી એન્વાયરો એન્જિનિયરિંગ કંપનીમાં તોડી પાડવામાં આવશે.
કચરામાં 162 મેટ્રિક ટન માટી, 92 મેટ્રિક ટન સેવિન અને નેપ્થલ અવશેષો, 54 મેટ્રિક ટન સેમી પ્રોસેસ્ડ પેસ્ટીસાઈડ, 29 મેટ્રિક ટન રિએક્ટર બાકી છે.
337 મેટ્રિક ટન ઝેરી રાસાયણિક કચરો સંગ્રહિત કરવા માટે 12 લીક પ્રૂફ ફાયર રેઝિસ્ટન્ટ કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક કન્ટેનરમાં સરેરાશ 30 ટન કચરો રાખાયો છે. આ કામમાં 200 થી વધુ મજૂરો રોકાયેલા છે. આવા કામદારોની શિફ્ટ 8 કલાકની નહીં પરંતુ માત્ર 30 મિનિટની છે.
આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દેખરેખ હેઠળ થઈ રહી છે. આ કન્ટેનરોને પીથમપુર મોકલવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કન્ટેનર સાથે પોલીસ, સુરક્ષા દળો, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ, ફાયર બ્રિગેડ અને ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. ટ્રકોની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક રખાઈ છે અને દરેક કન્ટેનર સાથે બે ડ્રાઈવર રખાયા છે.

