1. Home
  2. ગુજરાતી
  3. ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા
ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

0
Social Share

દિલ્હી:ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E.  ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાનએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું.

બોનેએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને તેમને દિવસ દરમિયાન અગાઉ યોજાયેલા NSA,અજીત ડોભાલ સાથેના વ્યૂહાત્મક સંવાદ વિશે માહિતી આપી હતી.

ઉર્જા અને સંસ્કૃતિ સહિત પરસ્પર હિત અને સહયોગના અન્ય ક્ષેત્રો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાનએ બાલીમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની તેમની તાજેતરની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી હતી અને રાષ્ટ્રપતિ મેક્રોનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. બોનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ મેક્રોન તેમની ભારતની વહેલી મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code