1. Home
  2. ગુજરાતી
  3. આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ : કેન્દ્રીય પ્રધાન
આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ : કેન્દ્રીય પ્રધાન

આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ : કેન્દ્રીય પ્રધાન

0

ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પુલવામા એટેકના બે સપ્તાહની અંદર ભારતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પને એર સ્ટ્રાઈક્સ દ્વારા તબાહ કર્યા છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ જે લોકો સર્જિકલ સ્ટ્રાઈક-વન વખતે સેના પર આંગળીઓ ચિંધતા હતા, તેઓ એરફોર્સની સ્ટ્રાઈકના વખાણ કરી રહ્યા છે. આખરે કેમ નહીં, લોકસભાની ચૂંટણી આવી રહી છે.

આ હુમલા બાદ ઘણાં નેતાઓના રિએક્શન આવી રહ્યા છે. મોદી સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે આતંકવાદી કેમ્પો પર ભારતની મોટી કાર્યવાહી બાદ કહ્યુ છે કે આ વડાપ્રધાન મોદીનું હિંદુસ્તાન છે, જે ઘરમાં ઘૂસશે અને મારશે પણ ખરું.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટ કરીને કહ્યુ છે કે આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ. એક એક લોહીના ટીપાનો હિસાબ થશે. આ તો એક શરૂઆત છે, આ દેશને ઝુકવા દેશે નહીં.

મહત્વપૂર્ણ છે કે ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 યુદ્ધવિમાનોએ સવારે સાડા ત્રણ વાગ્યે માત્ર 21 મિનિટમાં ત્રણસો આતંકવાદીઓને બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદના આતંકી કેમ્પો પર હુમલા કરીને ઠાર માર્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.