1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર
રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર

રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત, લકઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર

0
Social Share

અમદાવાદઃ રાજકોટ-લીંબડી હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેકડાઉન બસ રોડની સાઈડમાં ઉભી હતી. દરમિયાન પૂરઝડપે આવેલી ટ્રકે ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-લીંબડી હાઈવે પરથી પસાર થતી લકઝરી બસમાં પંચર પડ્યું હતું. જેથી ચાલકે બસ સાઈડમાં ઉભી રાખી હતી. તેમજ વ્હલી બદલી રહ્યો હતો. દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ અકસ્માત વખતપર ગામના પાટીયા પાસે બન્યો હતો. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિસ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code