Homeગુજરાતીગુજરાતગાંધીનગરઃ 3 બાળકીઓનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ આચરનારો વિકૃત આરોપી ઝબ્બે

ગાંધીનગરઃ 3 બાળકીઓનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ આચરનારો વિકૃત આરોપી ઝબ્બે

અમદાવાદઃ શહેરની નજીક આવેલ સાંતેજ નજીક એક બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. આ બનાવની પોલીસ તપાસ કરતી હતી ત્યારે જ એક બાળકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા વિજય ઠાકોર નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી બાળકીઓને શિકાર બનાવીને દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એક-બે નહીં પરંતુ ત્રણ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરના રેન્જ આઈડી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેનાલ નજીક એક બાળકી મળી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં મેડિકલ તપાસમાં દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. દરમિયાન 3 વર્ષની બાળકી ગુમ થયાનું સામે આવ્યું હતું. તેમજ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કર્યાંનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ વધારે વેગવંતી બનાવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન વિજય ઠાકોર નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. જેથી તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા બંને બનાવની કબુલાત કરી હતી. એટલું જ નહીં અન્ય એક બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. વાંસડજા ગામના આરોપીને બાળકીને લાલચ આપીને પોતાની સાથે લઈને દુષ્કર્મ આચરતો હતો. આમ આરોપી સાઈકો ટાઈપનો આરોપી છે. તેના મોબાઈલ ફોનમાંથી કેટલાક અશ્લિલ વીડિયો પણ મળ્યાં હતા. વિકૃત માનસિકતા ઘરાવતા વિજય ઠાકોરે બાળકી અવાજ કરતી હોવાથી હત્યા કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમજ પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular