1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો
ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

0
Social Share

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે.

પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભાદરવા મહિનાના પ્રારંભથી ચોમાસાની મોસમ પુનઃ જામી હોય તે પ્રકારે વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આ વર્ષે નિયત સમય મુજબ વરસાદી સિઝન શરૂ થઈ હતી પરંતુ સામાન્ય વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો. જેનાં કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ઘટાટોપ વાગળો ગોરંભાયા બાદ ગાંધીનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેનાં કારણે ખેડૂતો સહિતના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકા પૈકી દહેગામના 41 મી.મી, ગાંધીનગરમાં 18 મી.મી, કલોલમાં 33 મી.મી અને માણસામાં 8 મી.મી મળી સરેરાસ 27 મી.મી વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો છે. જેમાં દહેગામમાં 40.70 ટકા, ગાંધીનગર 39.44 ટકા, કલોલ 66.89 ટકા અને માણસામાં 57.30 ટકા વરસાદ પડતાં સીઝનનો કુલ 51.99 ટકા વરસાદ જિલ્લામાં પડ્યો છે. જેમાં સૌથી વધુ કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 66.89 ટકા વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ છેલ્લા 29 વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો સૌથી ઓછો ગાંધીનગરમાં કુલ 715 મી.મી વરસાદ પડ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં વર્ષ 1991 થી 2020 સુધીમાં કુલ 765 મી.મી વરસાદ નોંધાયો હતો. જેમાં દહેગામમાં 806 મી.મી, ગાંધીનગરમાં 715 મી.મી, કલોલમાં 782 મી.મી અને માણસામાં 800 મી.મી વરસાદ ખાબક્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code