Site icon Revoi.in

RCC ટ્રોફીની અંડર 12ની મેચમાં DBMS કાંકરિયા સામે GCIનો 9 વિકેટે વિજય

Social Share

અમદાવાદઃ RCC ટ્રોફી સિઝન 2 (અંડર 12)ની જીસીઆઈ(એ) અને ડીબીએમએસ કાંકરિયાની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈની ટીમનો 9 વિકેટથી વિજય થયો હતો.

પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ડીબીએમએસ કાંકરિયાની ટીમ 21.2 ઓવરમાં માત્ર 70 રન જ બનાવી શકી હતી. ડીબીએમએસ કાંકરિયાની ટીમમાં હિતાર્થ (32) અને કેવીશ પ્રજાપતિ (13) સારી બેટીંગ કરી હતી. જીસીઆઈ તરફથી મન પટેલે ચાર, આદિત્યએ 3, શ્લોક પટેલે 2 અને હેત પટેલે એક વિકેટ ઝડપી હતી. બીજી બેટીંગમાં આવેલી જીસીએની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને 8.4 ઓવરમાં જ 74 રન ફટકારીને જીત હાંસલ કરી હતી. શ્વોલ પટેલ 37 રન બનાવીને આઉટ થયાં હતા. જ્યારે મીત પ્રજાપતિ (27) અને યુવાનશ જૈન (0) અણનમ રહ્યાં હતા.

Exit mobile version