
નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી,જેને જોઈને પ્રવાસીઓ રહી ગયા દંગ
- નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી
- જોઇને પ્રવાસીઓ પણ રહી ગયા દંગ
- આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે
જ્યારે પણ કોઈ નદીની વાત થાય છે ત્યારે લોકો તેની સ્વચ્છતાની વાત ચોક્કસ કરે છે.અવારનવાર સાંભળવા મળે છે કે ઘણી નદીઓ એવી છે જે ખૂબ જ ગંદી છે.પરંતુ કેટલાક એવા પણ છે જે પોતાની સ્વચ્છતાના કારણે હેડલાઇન્સમાં રહે છે. ઘણીવાર લોકો સાહસિક જીવન જીવવા માટે પર્વતો, જંગલો અને દરિયાઈ વિસ્તારોમાં જાય છે.તેઓ ત્યાં જાય છે અને તેનું એક્સપ્લોર કરે છે અને ખતરનાક વસ્તુઓથી રૂબરૂ થાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર સમાચાર જોવા મળે છે. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વ્હેલ, શાર્ક જેવી ખતરનાક માછલીઓ દરિયામાં સારી રીતે દેખાઈ રહી છે અને તેમની સાઈઝ એટલી મોટી છે કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે,શાર્કની લંબાઈ જેટલી મોટી માછલી નદીની અંદર તરતી જોવા મળે છે. જો કે, સ્પષ્ટ પાણીની અંદર તે માછલી ચુપચાપ તરતી જોવા મળે છે. આ દરમિયાન સૌથી ખતરનાક ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે કયાકિંગ કરતા પ્રવાસીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.તેણે આ વિશાળ માછલી જોઈ અને ચુપચાપથી તેને જવા દીધી.માછલીને જોયા બાદ પર્યટકના ચહેરા પર સ્મિત આવી ગયું.આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ ખબર પડી ગઈ કે આ વીડિયો ક્યાંનો છે.
આ વિડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.આવા ઘણા કિસ્સા, વીડિયો અને તસવીરો જોવા મળે છે, જેને જોઈને દરેક વ્યક્તિ વિચારમાં પડી જાય છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા આ વીડિયોને thebucketlistglobe નામના પેજ પર જોઈ શકો છો.
રિપોર્ટ્સ અનુસાર,આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે.અહીં weeki wachee નામની જગ્યા છે, જ્યાં પ્રવાસીઓ તેનો આનંદ માણી શકે છે.આ માટે તમારે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડે છે.