
સૂંઠ અને ગોળ શરદી તથા ગળાની બીમારીનો રામબાણ ઈલાજ- આ રીતે કરો તેનો ઉપયોગ
- સૂંઠ અને ગોળ અનેક બીમારીનો ઈલાજ
- શરદી,ગળુ દુખવું વગેરેમાં સૂઠં ખાવાથી ફાયદો થાય છે
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાસ કરીને સૂંઠ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, જો કે સૂંઠ એ આદૂને સુકવીને બનાવવામાં આવતો પાવ઼ર છે,જે આદૂમાં રહેલા તમામ ગુણો ઘરાવે છે જેથી શિયાળા સિવાય પણ સૂંઠનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે, સૂંઠ ખાવાથી અનેર બીમારીનો નાશ થાય છે, પરંતુ જો તેને ચોક્કસ માત્રા કરતા વધારે પડતું ખાવાથી એસઈડિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે,જેથી જ્યારે શરદી,ગળામાં ખરાશ અથવા ગળું દુખવું આવી સ્થિતિમાં તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો.
તો ચાલો જોઈએ શરદીમાં કઈ રીતે આ બે વસ્તુઓના ઉપયોગ કરવો
- જ્યારે ખૂબ નાકમાંથી પાણી વહેતું હોય અને શરદી થઈ હોય ત્યારે તમે ઘંઉના લોટની કે પછી તમને ભાવતા લોટની ગોળવાળી રાબ બનાવીને તેમાં 1 ચમચી સૂંઠ નાખીને પી શકો છો, તેનાથી શરદી મટે છે.
- અડધો ગ્લાસ ગરમ પાણીમાં ગોળ અને અડઘી ચમસી સૂંઠ ઉકાળીને પીવાથી ગળાના દૂખાવામાં રાહત થાય છે અને ગળાની ખરાશ પણ દૂર થાય છે.
- સૂંઠ અને ગોળને મિક્સ કરીને તેની નાની નાની ગોટીઓ બનાવીને દરરોજ સવારે તેવું સેવન કરવાથી કફની સમસ્યામાં મોટો ફાયદો થાય છે,
- જે લોકોને કફ જામી ગયો હોય નીકળતો ન હોય તેમણે સૂંઠ અને ગોળને મિક્સ કરીને તેમાં મધ નાખી તેની પેસ્ટને ચાટવાથી કફ છૂટો પડી જાય છે શરદી વાટે નીકળી જાય છે.
tags:
health