1. Home
  2. ગુજરાતી
  3. ગજવા-એ-હિંદની પેરવી કરનારાઓના એજન્ટ બન્યા છે નસીરુદ્દીન, સિદ્ધૂ, કમલ હાસન: ગિરિરાજ સિંહ
ગજવા-એ-હિંદની પેરવી કરનારાઓના એજન્ટ બન્યા છે નસીરુદ્દીન, સિદ્ધૂ, કમલ હાસન:  ગિરિરાજ સિંહ

ગજવા-એ-હિંદની પેરવી કરનારાઓના એજન્ટ બન્યા છે નસીરુદ્દીન, સિદ્ધૂ, કમલ હાસન: ગિરિરાજ સિંહ

0
Social Share

મોદી સરકારમા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે નસીરુદ્દીન શાહ અને કમલ હસનને નિશાન બનાવતા ગજવા-એ-હિંદના એજન્ટ ગણાવ્યા છે. પુલવામા ખાતેના જૈશ-એ-મોહમ્મદના ફિદાઈન એટેકમાં સીઆરપીએફના 44 જવાનોના શહીદ થવાના મામલે દેશભરમાં પાકિસ્તાન વિરોધી ભાવનાઓ વધવા લાગી છે, ત્યારે બિહારની નવાદા લોકસભા બેઠક પરથી સાંસદ ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાનમાં ગજવા-એ-હિંદ સંદર્ભે ચર્ચાઓ થાય છે. ગજવા-એ-હિંદનો અર્થ છે ભારતનું ઈસ્લામીકરણ. પુલવામા હુમલા બાદ આ વાત વધુ તીવ્રતાથી થવા લાગી છે. નસીરુદ્દીન શાહ અને કમલ હાસન જેવા લોકો આવા તત્વોના એજન્ટ બની ગયા છે કે જેઓ ગજવા-એ-હિંદની ચર્ચા કરે છે.

ગિરિરાજસિંહે ટ્વિટ કરતા કહ્યુ છે કે કમલહાસન, નસીરુદ્દીન શાહ, સિદ્ધૂ અને ઈન્ટોલરન્સ ગ્રુપ પાકિસ્તાની સાજિશ ગજવા એ હિંદ (હિંદુસ્થાનના ઈસ્લામીકરણ)ની સાજિશનું લશ્કર છે. આવા લોકો કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કરે છે, જ્યારે હિંદુસ્થાન ગજવા એ હિંદને નિષ્ફળ બનાવવા અને 370 તથા 35એ ખતમ કરવાની માગણી કરી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે નસીરુદ્દીન શાહ અને કમલ હાસને તાજેતરમાં મોબ લિંચિંગ અને કથિત હિંદુ આતંકવાદને લઈને કેટલીક વિવાદીત ટીપ્પણીઓ કરી હતી. બાદમાં બંનેને આખરે સ્પષ્ટીકરણો આપવા પડયા હતા. તમિલનાડુની મક્કલ નિધિ મય્યમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને પુલવામા હુમલા બાદ કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિની બહાલી માટે જનમત સંગ્રહ એક વિકલ્પ બની શકે તેમ હતો. પુલવામા હુમલાના તાત્કાલિક બદલા માટે સર્જિકલ સ્ટ્રાઈકની માગણી સાથે પણ તેમણે અસંમતિ વ્યક્ત કરી હતી. કમલ હાસને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કાશ્મીર પણ ગણાવ્યું હતું.

કમલ હાસને કહ્યુ હતુ કે આઝાદ કાશ્મીરમાં જેહાદીઓની તસવીરોને ટ્રેનોમાં લગાવીને તેમને હીરોની જેમ દર્શાવવામાં આવે છે. આ મૂર્ખતાપૂર્ણ પગલું છે. જો આપણે એ સાબિત કરવાનું છે કે ભારત તેમનાથી શ્રેષ્ઠ છે, તો તેમની જેમ વ્યવહાર કરવો જોઈએ નહીં. જો કે બાદમાં કમલ હાસને દાવો કર્યો હતો કે આઝાદ કાશ્મીર શબ્દ મીડિયાના એક વર્ગમાંથી લેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણછે કે પુલવામા એટેક 14મી ફેબ્રુઆરીએ થયો હતો અને તેમા 44 જવાનો શહીદ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code