1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં યુવતીઓએ આકર્ષક દેખાવવા આટલી ટિપ્સ કરવી જોઈએ ફોલો, મળશે શાનદાર લૂર
નવરાત્રીમાં યુવતીઓએ આકર્ષક દેખાવવા આટલી ટિપ્સ કરવી જોઈએ ફોલો, મળશે શાનદાર લૂર

નવરાત્રીમાં યુવતીઓએ આકર્ષક દેખાવવા આટલી ટિપ્સ કરવી જોઈએ ફોલો, મળશે શાનદાર લૂર

0
Social Share

સાહિન મુલતાનીઃ-

  • નવરાત્રીમાં વોટર પ્રૂફ મેકઅપ કરો
  • ચણીયા ચોળી વજનમાં હલકી પસંદ કરો
  • ગરબા રમતી વખતે કમ્ફ્રટ હોય તેવા કપડા પહેરો

બે દિવસ બાદ દરેકનો સૌથી પ્રિય તહેવાર એવો નરવાત્રીનો આરંભ થઈ રહ્યો છે,. નવરાત્રીમાં દરેક યુવતીઓને તૈયાર થવાનો ખૂબ શોખ હોય છે, આ સાથે જ તેઓ અવનવા ટ્રેડિશનલ કપડા અને ઓરનામેન્ટ્સ થકી પોતાને સુંદર બનાવી ગરબે ઘૂમવા જાય છે, જો કે નવરાત્રીમાં સુંદર દેખાવવા માટે તમારે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જરુરી છે, કપડાના સેન્સથી લવઈને મેકઅપની પસંદગી તમારી સુંદરતામાં વધારો કરે છે. કમ્ફર્ટેબલ ચણીયો ચોળીથી લઈને વોટરફ્રૂપ મેકઅપ તમારી સુંદરતાને ટકાવી રાખવામાં મદદ કરે છે,તો ચાલો જોઈએ એવીા કેટલીક ટિપ્સ જે ગરબે ઘૂમતા વખતે તમારી સુંદરતા બરકરાર રાખશે.

કપડા-

નવરાત્રીમાં તમારા ચણીયા ચોળીને આકર્ષક બનાવવા તમે બેકલેસ ચોલી પસંદ કરી શકો છો, પરંતુ હા આ બેકલેસ ચોલી તમને આરામદાયક હો. તે જરૂરી છે,તેના માટે  તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

હંમેશા જો તમે ગરબા રમવાના શોખીન છો તો તમારે વજનમાં લાઈટ ચોળીની પસંદગી કરવી જોઈએ જેથી કરીને તમે આરામથી ગરબે ઘૂમી શકો ,

બને ત્યા સુધી પગથી થોડો ઊંચો ચણીયો હોય તેવી ચણીયો ચોળીની પસંદગી કરવી જેથી રમવામાં ચણીયો એડચણરુપ ન બને.

તમારા દુપટ્ટાના 3 થી 4 પીન વડે પીનઅપ કરવાનું રાખો ,ગરબા રમતી વખતે સરી ન પડે તેનું ધ્યાન રાખવા કરતા પહેલે થીજ તેને બરાબર સેટ કરીલો,

મેકઅપ –

નવરાત્રીમાં તમારા મેકઅપ પર યકાસ ધ્યાન રાખવું જરુરી છે, જો તમે મેકઅપ કરીને ગરબે ઘૂમો છો તો પસીનાના કારણે મેકઅપ ખરાબ થી શકે છે જેથી વોટરપ્રૂફ મેકઅપની જ પસંદગી કરો.

આઈલાઈનર લગાવી હોય તો વારંવાર આંખોને હાથથી અડકશો નહી ,નહીતો આંખો કાળઈ થઈ શકે છે.

લિપ્સ્ટિક બને ત્યા સુધી  લિક્વિડ લગાવાનું રાખો જેથી સ્પ્રેડ નહી થાય અને સુંદરતા બગડે નહી

મસ્કરા પણ વોટર પ્રૂફ કરવી અને જો લેન્સ પહેરવાના શોખીન છો તો તેને ટાળો, લેન્સથી આંખો ખરાબ થાય છે.

હેર સ્ટાઈલ-

બને ત્યા સુધી તમને જો બધા વાળ ઉપર કરીને હેરસ્ટાઈલ વાળવાનું પસંદ હોય તો તેવી જ હેરસ્ટાઈલ કરવી, જેનાથી પરસેવો અને ગરમી નહી થાય અને સરળતાથી રમી શકશો.

જો તમારે હેર ખુલ્લા રાખવા હોય તો પણ ઘણું સારું છે જો કે વાંવાર હેર ચહેરા પર આવવાથી રમવામાં નડે છે જેથી વાળની આગળની બે સેરને તમે પીનઅપ કરીલો તો વધુ અનુકુળ રહેશે

ખાસ કરીને ચણીયાચોળી પર તમે બન, પફ કરીને દરેક વાળ આવી જાય તે રીતે ફ્રેચરોલ, કે ઉપર વાળ સેટ થાય તેવી હેરસ્ટાઈલ કરી શકો છો.

ઓરનામેન્ટ્સ-

નવરાત્રીમાં ગરબા કમતી વખતે બને ત્યા સુધી નેકસેલસમાં ટાઈટ નેકલેસની પસંદગી કરવી

આ સાથે જ લોંગ નેકસેલ પહેરો છો તો તેને કપડા સાથે પીનઅપ કરીલો જેથી રમતી વખતે તે અડચઇરુપ ન બને

બને ત્યા સુધી લટકણીયા અટલ્ કે હુક્સ વાળા ઈયરિંગ્સ પહેરવાનું રાખો, પેચ વાળઆ ઈયરિંગ્સ ગરબા રમતી વખતે મોટા ભાગે પડી જતા હોય છે.

જો તમે માંગ ટિકો લગાવો છો તો તેને દોરા વજે તમારી હેરસ્ટાઈલમાં બરાબર બાઁધી લેજો આ સાથે જ બ્લેક પીન વડે તેને દુપટ્ટા સાથે માથા પર સેટ કરીલો

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code