1. Home
  2. ગુજરાતી
  3. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 – PM મોદીનું દેહરાદૂન FRI પહોંચતા ભવ્ય સ્વાગત, રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલ્યું

0
Social Share

દહેરાદૂન – પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન માટે આજે ઉત્તરાખંડની મુલાકાતે પહોંચ્યા  છે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.

પીએમ મોડી આજે સવારે  એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા દેહરાદૂન જવા રવાના થયા હતા , રોકાણકાર પરિષદ માટે FRI કેમ્પસનો દેખાવ બદલાઈ ગયો છે. રોકાણકાર કોન્ફરન્સ માટે આવનાર મહેમાનો માટે ચકરાતા રોડના મુખ્ય ગેટને શણગારવામાં આવ્યો છે. અંદર પ્રવેશતાની સાથે જ રસ્તાની બંને બાજુ રોકાણકાર કોન્ફરન્સને લગતા ફોટોગ્રાફ્સ, પોસ્ટરો અને ફ્લેક્સ લગાવવામાં આવ્યા છે.

આ સહિત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલીવાર ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. 

આજરોજ સવારે 11 વાગ્યે આસપાસ પીએમ  મોદી FRI પહોંચી ગયા છે. આ દરમિયાન તેણે સૌથી પહેલા અહીં રોડ શો કર્યો હતો. કેમ્પસમાં પહોંચતા જ સીએમ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ  પીએમ મોદી અહીં સમિટ સંબંધિત પ્રદર્શનની મુલાકાત લેવા આવ્યા છે. આ સમયે તેમની સાથે સીએમ ધામી અને મુખ્ય સચિવ સંધુ હાજર જોવા મળ્યાં હતા  . તેઓ ટૂંક સમયમાં રોકાણકારોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. અહી મુખ્ય પંડાલ ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં 5000થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ માટે સોફા લગાવવામાં આવ્યા છે. તેમનાથી લગભગ 50 મીટર દૂર એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code