1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક આતંકવાદી મક્કીની 26/11 મુંબઈ હુમલા સહિત અનેક કેસમાં સંડોવણી, જાણો તેણે આચરેલી હેવાનિય વિશે…
વૈશ્વિક આતંકવાદી મક્કીની 26/11 મુંબઈ હુમલા સહિત અનેક કેસમાં સંડોવણી, જાણો તેણે આચરેલી હેવાનિય વિશે…

વૈશ્વિક આતંકવાદી મક્કીની 26/11 મુંબઈ હુમલા સહિત અનેક કેસમાં સંડોવણી, જાણો તેણે આચરેલી હેવાનિય વિશે…

0
Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓના આકા અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદના સાળા અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આ આતંકવાદીએ ભારતમાં 26/11 મુંબઈ હુમલો સહિત અનેક કેસમાં સંડોવાયેલો છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકા અને ભારત સતત યુએનએસસીમાં અબ્દુલ રહેમાનને આતંકવાદી જાહેર કરવાની માંગણી કરતું હતું. જો કે, દર વખતે ચીન રોડા નાખતું હતું. પરંતુ અબ્દુલ રહેમાન સામેના પ્રસ્તાવમાં ચીનનો ટેક્નિકલ હોલ્ડ હટતાની સાથે જ યુએન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અબ્દુલ રહેમાન મક્કીની સામે યુએનએસસીમાં 2020 અને જૂન 2022માં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં માંગણી કરાઈ હતી કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 આઈએસઆઈએલ એન અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવે, જો કે, બંને વખતે હસ્તક્ષેપ કર્યો હતો. યુએનએ જણાવ્યું કે, સિક્યુરિટી કાઉન્સિલ કમિટીએ પ્રસ્તાવ અનુસાર મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. યુએસએસસીના પ્રસ્તાવ અનુસાર મુક્કી હવે ધનનો ઉપયોગ નહીં કરી શકે, તે હથિયાર ખરીદી નહીં શકે અને અધિકાર ક્ષેત્રની બહાર યાત્રા પણ નહીં કરી શકે.

હાફિઝ સઈદનો નજીકનો સંબંધી અબ્દુલ રહેમાન મક્કી વૈશ્વિક આતંકવાદી જાહેર

યુએનના જણાવ્યા અનુસાર મક્કી લશ્કર અને જમાત-ઉદ-દાવાનું નૈતૃત્વ કરતો હતો. આવામાં ભારતમાં થયેલા આતંકવાદી હુમલામાં હાફિઝ સઈદની સાથે મક્કીની સંડોવણી સામે આવી હતી. મક્કી ભારતમાં થયેલા સાત મોટા આતંકવાદી હુમલામાં તેની સંડોવણી ખુલી હતી. 22મી ડિસેમ્બર 2000ના રોજ લશ્કર-એ-તૈયબાના છ આતંકવાદીઓએ લાલ કિલ્લામાં પ્રવેશીને સુરક્ષાદળો ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સેનાના બે જવાન સહિત 3 વ્યક્તિના મોત થયાં હતા. લશ્કરના 5 આતંકવાદીઓએ 1લી જાન્યુઆરી 2008ના રોજ સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના સાત અને રિક્ષા ચાલક મૃત્યુ થયું હતું. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 26/11એ મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની કસાબ સહિત 10 આતંકવાદીઓ સંડોવાયેલા હતા. આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 175 વ્યક્તિઓના મોત થયાં હતા. 12-13 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીનગરમાં સીઆરપીએફના કેમ્પમાં આત્મઘાતી હુમલાખોર ઘુસ્યો હતો. આ બનાવમાં એક જવાન શહીદ થયો હતો. 30મી મે 2018ના રોજ બારામુલામાં લશ્કર-ઐ-તૈયબાના આતંકવાદીઓએ 3 નાગરિકોની હત્યા કરી હતી. 14મી જૂન 2018ના રોજ રાઈઝીંગ કાશ્મીરના એડિટર સુજાત ખુખારી અને બે સિક્યુરિટી ગાર્ડની ગોળીબમારીને હત્યા કરી હતી. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો હતો. આ બનાવમાં ચાર ભારતીય જવાન શહીદ થયાં હતા. મક્કીને પાકિસ્તાનની સરકારે 15મી મે 2019ના રોજ પકડ્યો હતો. તે લાહોરમાં હાઉસ એરેસ્ટ હતો. 2020માં ટેરર ફડિંગ કેસમાં મક્કીને પાકિસ્તાનની કોર્ટે સજા ફરમાવી હતી.

અબ્દુલ રહમાન પાકિસ્તાની નાગરિક છે અને 26/11 મુંબઈ હુમલાના કેસમાં આરોપી છે. મક્કીની સામે યુએનએસસી આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ડિસેમ્બર 2022માં યુએનએસસીની અધ્યક્ષતા કરતા ભારતે આતંકવાદ સામે લડવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો હતો. 29-29 ઓક્ટોબર 2022માં મૂંબઈ અને દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની બેઠક મળી હતી. આ દરમિયાન આવા આતંકવાદીઓને ઓળખીને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

અબ્દુલ રહેમાનને 16મી જાન્યુઆરી 2023ના રોજ આઈએસઆઈએલ અને અલકાયદા સાથે જોડાયેલા હોવાનું, લશ્કર-એ-તૈયબા દ્વારા તેના સમર્થનમાં ટેરર ફડિંગ, કાવતરુ રચવું, કાવતરામાં ભાગ લેવો, આતંકવાદી તાલીમ માટે યુવાનોની પસંદગી મામલે લિસ્ટેડ કરાયો હતો. યુએનએસસીથી મળેલી જાણકારી અનુસાર મક્કી લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ છે, એટલું જ નહીં લશ્કરની રાજનીતિક વિંગ જમાત ઉદ દાવાનો ચીફ છે, તે લસ્કરમાં ફોરેન રિલેશન ડિપાર્ટમેન્ટનો હેડ હતો. આરોપી હાફીઝ સઈદનો સાળો અને તેના પિતાનું નામ હાફિઝ અબ્દુલ્લા બહવાલપુરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code