Site icon Revoi.in

ગોધરા: સિગ્નલ ફળીયા વિસ્તારની જૂની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી

Social Share

વડોદરાઃ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળીયા રોડ પર બિલાલ મસ્જિદ પાસે જૂનું બાંધકામ તેમજ રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતી જૂની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની. બિલ્ડીંગમાં આવેલ 10થી વધુ મકાન અને દુકાનો આગની ચપેટમાં આવ્યા.

ગોધરા, હાલોલ,કાલોલ, લુણાવાડા, શહેરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે સતત ત્રણ કલાક સુધી પાણી અને ફાયર ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. બિલ્ડીંગના નીચેના ભાગે આવેલ ઓઈલની દુકામાં આગ લાગવાની ઘટના બની,આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, બિલ્ડીંગમાં રહેતા ચાર જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા,આગની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી.