Site icon Revoi.in

અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2.56 કરોડનું સોનું પકડાયું

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડવાના બનાવો અવારનવાર બને છે. ખાસ કરીને દૂબઈથી આવતી ફ્લાઈટમાં કસ્ટમ વિભાગની પ્રવાસીઓ પર બાજ નજર હોય છે. ત્યારે દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓમાં એક પુરૂષ અને બે મહિલાની હીલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તલાશી લેતા ત્રણેય પ્રવાસીઓ પાસેથી મોજાંમાં છુપાવેલા સિલ્વર કલરનાં 6 પાઉચ મળ્યાં હતાં. આ પાઉચની તપાસ કરતાં તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી હતી, કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કરીને ત્રણેય પ્રવાસીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં ત્રણ પ્રવાસીઓ સોનાની પેસ્ટનાં 6 સિલ્વર કલરનાં પાઉચને મોજાંમાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા. કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ 3 પ્રવાસીની ધરપકડ કરી છે.

કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નં. 6E 1478માં દુબઇથી અમદાવાદ આવેલા એક પુરુષ અને બે મહિલા પ્રવાસીઓને અટકાવ્યાં હતાં. તપાસ દરમિયાન ત્રણેય પ્રવાસીના મોજાંમાં છુપાવેલા સિલ્વર કલરનાં 6 પાઉચ મળ્યાં હતાં. આ પાઉચની તપાસ કરતાં તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી હતી, જેની કુલ બજાર કિંમત રૂ. 2.56 કરોડ છે, જેથી કસ્ટમ એક્ટ 1962 હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી કસ્ટમ વિભાગે ત્રણેય મુસાફરોની ધરપકડ કરી છે.