Homeગુજરાતીગુજરાતગોંડલ માર્કેટ યાર્ડની ઘટના,મહિલા પર લોડર ફરી વળતા ઘટના સ્થળે જ મોત

ગોંડલ માર્કેટ યાર્ડની ઘટના,મહિલા પર લોડર ફરી વળતા ઘટના સ્થળે જ મોત

  • ગોંડલ માર્કેટ યાર્ડમાં મહિલાનું મોત
  • લોડર ફરી વળતા થયું મોત
  • પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ: ગોંડલ નવા માર્કેટયાર્ડમાં અકસ્માત સર્જાયો હતો.કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ માર્કેટયાર્ડની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.બનાવની જાણ થતાં ગોંડલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે,માર્કેટ યાર્ડમાં અત્યારે સીઝન ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને ટ્રક ભરી ભરીને અનાજ આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોની અવર જવર જોવા મળી રહી છે. સ્થાનિક જાણકારોના અનુસાર આ ઘટના બેદરકારીને કારણે બની હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા અત્યારે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તે બાદ જાણ થશે કે સમગ્ર ઘટના શું બની છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular