1. Home
  2. ગુજરાતી
  3. ગુરુપર્વ પહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર – આજથી ખુલશે કરતારપુર સાહેબ કોરિડોર
ગુરુપર્વ પહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર – આજથી ખુલશે કરતારપુર સાહેબ કોરિડોર

ગુરુપર્વ પહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર – આજથી ખુલશે કરતારપુર સાહેબ કોરિડોર

0
Social Share
  • શીખ શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર
  • આજથી ખુલશે કરતારપુર કોરિડોર
  • ગુરુ પર્વ પર નાનકાના સાહેબના કરી શકશે દર્શન

 

દિલ્હીઃ- ગુરુ પર્વ પહેલા  શીખ સમુદા.યના લોકોને કેન્દ્ર તરફથી ખાસ ભએટ આપવામાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે કોરોના મહામારીના કારણે બંધ કરાયેલા કરતારપુર સાહિબ કોરિડોરને આજ રોજ બુધવારથી ફરીથી ખોલવાની ગઈકાલે મંગળવારે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ બાદ જ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે.છે ત્યારે મોદી સરકારનો આ નિર્ણય અહીંના લોકો પર સારી અસર છડી શકે છે.

ગૃહમંત્રી શાહે ટ્વીટ કરીને કહ્યું કે, એક મોટા નિર્ણય તરીકે, મોદી સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. જેનાથી મોટી સંખ્યામાં શીખ ભક્તોને ફાયદો થશે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.

આ સાથે જ અન્ય એક ટ્વિટમાં શાહે  એ કહ્યું છે કે, રાષ્ટ્ર 19મી નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે તૈયાર છે. મને ખાતરી છે કે મોદી સરકારના આ નિર્ણયથી દેશભરમાં આનંદ બમણો થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબના બીજેપી નેતાઓએ રવિવારે પીએમ મોદી મળીને કોરિડોરને ફરીથી ખોલવાની માંગ કરી હતી. આ પછી પંજાબ અને દિલ્હીના નેતાઓએ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળ્યા અને સમાન અસરની માંગ કરી. આ પહેલા પંજાબ કોંગ્રેસ, અકાલી દળે પણ પીએમને આ જ અસર માટે વિનંતી કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code