Homeગુજરાતીસારા સમાચાર:ફિલ્મ રામાયણમાં આ એકટર ભજવશે રામનું પાત્ર

સારા સમાચાર:ફિલ્મ રામાયણમાં આ એકટર ભજવશે રામનું પાત્ર

  • રામની ભૂમિકા અંગે નવા સમાચાર આવ્યા સામે
  • રામાયણમાં રણબીર કપૂર ભજવશે રામની ભૂમિકા
  • મહેશ બાબુની જગ્યાએ રણબીર કપૂર જોવા મળશે

મુંબઈ:બોલીવૂડ ફિલ્મ નિર્માતા મધુ મંટેના ટૂંક સમયમાં ચાહકોની સામે રામાયણ પર આધારિત ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ મોટા બજેટની બનવાની છે. ભારતીય સિનેમાની સૌથી મોટી સ્ટારકાસ્ટ આ ફિલ્મમાં ચાહકોને દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન દંગલ નિર્દેશક નિતેશ તિવારી કરશે, જે આ દિવસોમાં સ્ક્રિપ્ટીંગનું કામ કરી રહ્યા છે. હવે ફિલ્મમાં રામની ભૂમિકા અંગે એક નવા સમાચાર સામે આવ્યા છે.

લાંબા સમયથી હેડલાઇન્સમાં છે કે, નિતેશ તિવારીની આ મેગા બજેટ પ્રોજેક્ટ રામાયણ ફિલ્મમાં મહેશ બાબુ પ્રભુ રામના રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, નિર્માતાઓએ મહેશને તેની નિર્દોષતા વગેરેના આધારે ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

એવામાં કહેવામાં આવી રહ્યું છે કે હવે મેકર્સ રામાયણ માટે રણબીર કપૂરને લેવા જઈ રહ્યા છે. સમાચારો મુજબ, મહેશ બાબુ તેમના પક્ષમાં ન હોવાથી મેકર્સે રણબીર કપૂરને સાઇન કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ મુજબ, નિતેશ તિવારીએ ખુદ રણબીર કપૂરને રામાયણમાં ભગવાન રામ બનવાની ઓફર કરી છે. જોકે રણબીર હાલમાં લવ રંજનની ફિલ્મમાં વ્યસ્ત છે, એવામાં તે તેના પર જલ્દી નિર્ણય લઈ શકે છે. જો રણબીર આ માટે હા કહે છે, તો આ તેની કારકિર્દીની ખૂબ મહત્વની ફિલ્મ બનશે.

જો ફિલ્મમાં રણબીર રામનું પાત્ર ભજવે છે તો તે જોવાનું રહેશે કે, તે ચાહકોને પોતાની સાથે કેટલો જોડી શકે છે. સાથે જ ફિલ્મમાં રણબીરનો સામનો રિતિક રોશન સાથે થશે, જે રાવણના રોલમાં દેખાવા જઈ રહ્યો છે. સાથે જ ફિલ્મમાં દીપિકા સીતાની ભૂમિકામાં જોવા મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular