1. Home
  2. ગુજરાતી
  3. ગુગલે ‘અન્નામણી’ના 104 માં જન્મદિવસ પર બનાવ્યું ખાસ ડુડલ – જાણો હવામાન ક્ષેત્રે આ મહિલાએ આપેલા મહત્વના યોગદાન વિશે
ગુગલે ‘અન્નામણી’ના 104 માં જન્મદિવસ પર બનાવ્યું ખાસ ડુડલ  – જાણો હવામાન ક્ષેત્રે આ મહિલાએ આપેલા મહત્વના યોગદાન વિશે

ગુગલે ‘અન્નામણી’ના 104 માં જન્મદિવસ પર બનાવ્યું ખાસ ડુડલ – જાણો હવામાન ક્ષેત્રે આ મહિલાએ આપેલા મહત્વના યોગદાન વિશે

0
Social Share
  • જાણો કોણ છે અન્નામણી
  • અન્નામણીના 104મા બર્થડે પર ગુગલે બનાવ્યું ડુડલ

દિલ્હીઃ- વિશ્વનું સર્ચ એન્જિન ગુગલ અનેક જાણીતી હસ્તીઓના જન્મદિવસ પર કે પુણ્યતીથઈ પર કે પછી કોઈ ખાસ અવસર પર ખાસ ડુડલ બનાવીને તેના કાર્યને બિરદાવે છે ત્યારે આજરોજ અન્નામણીના 104મા જન્મદિવસ પર ગુગલે એક ખાસ ડુડલ બનાવીને તેમે યાદ કર્યા છે,અન્નામણી એક સફળ વૈજ્ઞાનિક હતા જેમણે વિજ્ઞાન ક્ષેત્રે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે.

ગૂગલે આજે આ મહિલાનું સન્માન કર્યું છે. અન્ના મણિ ભારતીય હવામાનશાસ્ત્રી રહી ચૂક્યા છે અને ગૂગલે તેમને તેમના 104મા જન્મદિવસે યાદ કર્યા. અન્નાએ હવામાનનું નિરીક્ષણ કરવામાં મદદ કરતા સાધનોની ડિઝાઇનમાં નોંધપાત્ર યોગનાદ પ્રદાન કર્યું છે જેને લઈને આજે વિશઅવભરમાં તેઓ જાણીતા બન્યા છે. તેમણે શોધેલા આ સાધનો ભારતના હવામાનને માપવામાં અને આગાહી કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

જાણો અન્નામણી વિશે

અન્ના મણિનો જન્મ 23 ઓગસ્ટ 1918ના રોજ કેરળના પીરુમેડુમાં થયો હતો. તેમણે હવામાનશાસ્ત્રના ક્ષેત્રમાં એવું કામ કર્યું કે ભૌતિકશાસ્ત્રીઓ અને હવામાનશાસ્ત્રીઓ તેમને ભારતની વેધર વુમન તરીકે ઓળખે છે. અન્ના મણિના પ્રયાસોને કારણે ભારતમાં હવામાનની આગાહી કરવી શક્ય બની છે. તેમના યોગદાનને માન આપતા, ગૂગલે તેમના 104મા જન્મદિવસ પર વિશેષ ડૂડલ બનાવ્યું છે.

અન્નાએ 1939માં પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી તે વધુ અભ્યાસ માટે ઈમ્પીરીયલ કોલેજ લંડન ગયા હતા. ત્યાં તેણે હવામાન સંબંધિત સાધનોમાં વિશેષતા મેળવી. તે 1948માં ભારત પરત આવી અને હવામાન વિભાગમાં નોકરી શરૂ કરી. અન્નાએ હવામાનશાસ્ત્રના સાધનોને લગતા ઘણા સંશોધન પત્રો પણ લખ્યા છે.1969 માં, અન્નાને ભારતીય હવામાન વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અન્નાએ પવનની ગતિ અને સૌર ઉર્જા માપવા માટે બેંગલુરુમાં એક વર્કશોપ સ્થાપી. આ સિવાય તેમણે ઓઝોન સ્તર પર પણ સંશોધન કર્યું હતું. 1976 માં, તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code