1. Home
  2. ગુજરાતી
  3. સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો- બે ઘુસણખોરો ઠાર
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો- બે ઘુસણખોરો ઠાર

સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો- બે ઘુસણખોરો ઠાર

0
Social Share
  • ઘુસણખોરી કરતો એક પાકિસ્તાની પકડાયો
  • સેનાના દજવાને સરહદ પર જ તેને પકડી પાડ્યો
  • 2 ઘુસણખોરોને ઠાર કર્યા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ટાર્ગેટ કિલિંગ, ગ્રેનેડ હુમલાઓની ઘટના વધી રહી છે આ સાથે જ પોતાની નાપાક હરકતોને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકી સંગઠનો ઘુસણખોરીનો પમ પ્રયાસ કરી રહ્યા છએ ત્યારે આજે ફરી એકવખત સેનાના જવાનોએ ઘુસણખોરી કરતા બે ઘુસણખોરોના ખાતમો કર્યો છે.

ઘૂસણખોરીના પ્રયાસના સ્થળના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે ક્વોડકોપ્ટર દ્વારા સર્વેક્ષણ દરમિયાન બે ઘૂસણખોરોનો ખાતમો કરવામાં આવ્યો છે.જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાસે 22-23 ઓગસ્ટની મધ્યવર્તી રાત્રે આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે સતર્ક ભારતીય સેનાના જવાનોએ આ આતંકવાદીઓની મવમેન્ટ પર નજર રાખીને  તેમના પર ગોળીબાર કરતા તેમને ઢાંળી દીધા હતા હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

 સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે નૌશેરા સેક્ટરમાં શંકાસ્પદ ઘૂસણખોરોની હાજરીનો અનુભવ થયો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આતંકવાદીઓના એક જૂથે સરહદ પારથી અંધકારની આડમાં નૌશેરાના લામના પુખરાની ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એક આતંકવાદીએ લેન્ડમાઇન પર પગ મૂક્યો, જેના કારણે વિસ્ફોટ થયો.

.સેનાએ  પાકિસ્તાનની ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. આતંકી નૌશેરા સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નૌશેરામાં બે દિવસમાં ઘૂસણખોરીની આ બીજી મોટી ઘટના સામે આવી છે આ પહેલા પણ આવી જ ઘટના બની હતી જો કે સુરક્ષા દળો સતત એલર્ટ રહીને નજર રાખી રહ્યા છે.

રવિવારે જ્યારે ભારતીય સેનાએ નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી કરતા તબરક હુસૈનની ધરપકડ કરી હતી. ગોળી માર્યા બાદ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે હું અહીં મરવા આવ્યો છું, મને છેતર્યો, મને અહીંથી બહાર કાઢો. ખાસ વાત એ છે કે તબરકના ભાઈ મોહમ્મદ સઈદની પણ ડિસેમ્બર 2021માં નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.આ પહેલા વર્ષ  2016માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને 26 મહિનાની જેલમાં રહ્યા બાદ તેને પાકિસ્તાન સરકારને સોંપવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code