સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રકમ વસૂલવામાં આવશે.
આ નિયમો આવતા મહિનાની 15મી તારીખથી અમલમાં આવશે. હાઇવે મંત્રાલયે જણાવ્યું છે કે સુધારેલા નિયમો ફી કલેક્શનને મજબૂત બનાવશે, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે અને ટોલ કામગીરીમાં પારદર્શિતા વધારશે.