1. Home
  2. ગુજરાતી
  3. સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો
સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

0
Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેને લઈને વાંધાઓ પણ વ્યક્ત કરાયા તા અને તેને અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધ ગણાવવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ કહેવામાં આવ્યું હતું કે જો ફેક્ટ ચેક યૂનિટ કોઈ જાણકારીને ખોટી ગણાવે છે, તો પછી તેના પબ્લિશ અને શેયર કરવા પર રોક હશે.

આ પરિવર્તનને લઈને સિવિલ સોસાયટી, વિપક્ષી સમૂહો અને મીડિયા સંસ્થાનોમાંથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ અભિવ્યક્તિની આઝાદીની દ્રષ્ટિએ ખતરનાક હશે. જો કે સરકારે આવી ચિંતાઓને ફગાવતા કહ્યું હતું કે ફેક્ટ ચેકિંગનું કામ વિશ્વસનીય રીતે કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની ખંડપીઠે કહ્યું છે કે આ મામલો અભિવ્યક્તિની આઝાદીનો છે. તેની સાથે જ  બોમ્બે હાઈકોર્ટના એ આદેશ પર પણ રોક લગાવી હતી, જેમાં આ ફેક્ટ ચેક યૂનિટને યોગ્ય માનવામાં આવ્યું હતું. તેના પછી સરકારે તેની રચનાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું, તેના પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

આ નિયમ પ્રમાણે, એ નક્કી કરવામાં આવ્યું હતું કે આ યૂનિટ જો ફેસબુક, ઈંસ્ટાગ્રામ, યૂટ્યૂબ અને એક્સ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મો પર કોઈપણ પ્રકારની જાણકારીને જો ખોટી ગણાવે છે, તો તે કંપનીઓ આ જાણકારીને હટાવવા માટે કાયદાકીય રીતે બાધ્ય હશે. નવા નિયમો મુજબ, વ્યાપક અસર માત્ર સોશયલ મીડિયા કંપનીઓ પર જ નહીં, પરંતુ ઈન્ટરનેટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરો પર પણ થશે. તેના સિવાય ડિજિટલ મીડિયાની જાણકારીને લઈને પણ આ ચિંતાનું કારણ ગણાવાય રહ્યું હતું.

ઘણી વિપક્ષી પાર્ટીઓ, પ્રેસ સંગઠનો, ડિજિટલ અધિકાર સંસ્થાઓ અને ડિજિટલ અધિકાર એક્ટિવિસ્ટોએ આ નિયમોને ખતરનાક ગણાવ્યા હતા. 2023માં એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સહીત ઘણી સંસ્થાઓ અને સ્ટેન્ડ અપ કોમિક કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં આ યૂનિટ માટે આઈટી નિયમોમાં કરવામાં આવેલા સંશોધનને પડકાર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે પહેલા જ ભારત સરકારના પ્રેસ સૂચના બ્યૂરો હેઠળ પીઆઈબી ફેક્ટ ચેક કામ કરી રહ્યું છે. આ ઘણીવાર એવી જાણકારીઓ, પોસ્ટ અને સમાચારનું ફેક્ટ ચેક કરે છે, જેમાં ખોટી વાત કહેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code