Site icon Revoi.in

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને આપી શ્રદ્ધાંજલિ

Social Share

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.  પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.

રાજ્યપાલએ મહારાષ્ટ્રના બારામતી ખાતે થયેલી આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર તમામ શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી.

Exit mobile version