1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

0
Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચતા અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ, ગુજરાતના પોલીસ વડા, અમદાવાદના પોલીસ કમિશનર સહિત અધિકારીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર રવાના થયા હતા. જ્યાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

પાટનગર ગાંધીનગર ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન સોમવારે રાત્રે ખાસ વિમાનમાં અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરેએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન રાજભવન જવા રવાના થયા હતા. વડાપ્રધાન રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. મંગળવારે સવારે 9:30 વાગ્યે મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. બપોરે 3 વાગ્યે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અને અમદાવાદ એરપોર્ટથી UAEના પ્રેસિડેન્ટ સાથે રોડ શો કરશે.

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-2 સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગબેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 9થી 13 જાન્યુઆરી દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો- 2024 યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું 9મી જાન્યુઆરીના રોજ સાંજે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ- વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો તા.10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code