HomeBharat@2047આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે માય ભારત - અમદાવાદ 'ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ'...

આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે માય ભારત – અમદાવાદ ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ’ નું ભવ્ય સમાપન

અમદાવાદ, 4 સપ્ટેમ્બર, 2026 – યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત ‘માય ભારત’ (MY Bharat) અમદાવાદ દ્વારા જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદના સહયોગથી આયોજિત “ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ”નો સમાપન/વેલિડિક્શન સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી સચિન શર્મા (રાજ્ય નિયામક, માય ભારત – ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. ભાવિન ત્રિવેદી (કુલસચિવ, BAOU), ડૉ. નિશા જોશી (નિયામક, વિદ્યાર્થી કલ્યાણ, BAOU) તથા આયોજક પ્રિતેશ કુમાર ઝવેરી (જિલ્લા યુવા અધિકારી, માય ભારત – અમદાવાદ)ની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

Grand conclusion of My Bharat - Ahmedabad 'Future Youth Leaders Bootcamp' at Ambedkar Open University
Grand conclusion of My Bharat – Ahmedabad ‘Future Youth Leaders Bootcamp’ at Ambedkar Open University
યુવાનો સાથે સંવાદ સેતુ કાર્યક્રમનું પણ સફળ આયોજન

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયનું સતત માર્ગદર્શન મળ્યું હતું તથા તેમના માર્ગદર્શનમાં કાર્યક્રમ દરમિયાન પ્રતિભાગી યુવાનો સાથે સંવાદ સેતુ કાર્યક્રમનું પણ સફળ આયોજન કરાયું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન માય ભારત, અમદાવાદના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોનફિડેન્ટ પબ્લિક સપેઅકિંગ એકૈડમી થી ત્રણ પ્રશિક્ષકો સંયમ જૈન, ચેતના સંઘવી અને નિધિ સલેચા દ્વારા મંત્રાલય અધિકૃત વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને વિકસિત ભારત @2047 એક રાષ્ટ્ર -એક ચૂંટણી વિષે પર વિધિવત યૂથ પાર્લામેન્ટ અને અન્ય સત્રોનું સફળ આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સચિન શર્માએ યુવાનોને ‘માય ભારત’ પ્લેટફોર્મ સાથે જોડાઈને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે આહ્વાન કર્યું હતું અને વર્તમાનમાં માય ભારત પોર્ટલ પર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027 ક્વિઝ માં ભાગ લેવા માટે યુવાનોને પ્રેર્યા હતા. તથા ડૉ. ભાવિન ત્રિવેદી અને ડૉ. નિશા જોશીએ યુવાનોના ઉત્સાહને બિરદાવતા આવા આયોજનોને ભવિષ્યના સક્ષમ નેતૃત્વના નિર્માણ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ 35 સહભાગી યુવાનોને આયોજકો દ્વારા પ્રમાણપત્ર અને કિટ વિતરિત કરવામાં આવી હતી અને શ્રી પ્રિતેશકુમાર ઝવેરીએ તમામ અતિથિઓ, BAOU અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular