1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ, 10,000 ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂંમશે
ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ, 10,000 ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂંમશે

ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ, 10,000 ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂંમશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવને લઈને નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાનગરોમાં હાઉસિંગ સોસાયટીઓમાં મંડપો ઊભા કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના ઓરકેસ્ટ્રા, કલાકારો બુક થઈ ગયા છે. પાટનગર ગાંધીનગરમાં પણ  કલ્ચરલ ફોરમ દ્વારા 25માં વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રિ ગરબા મહોત્સવનું સેક્ટર – 11 LIC ઑફિસ સામે , GCF ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે. 10 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે મન મૂકીને ગરબાના તાલે ઝુમી શકે એ માટે ભાતીગળ ગામડાની થીમ ઉપર વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ સંસ્થા પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચનનાં ઉદ્દેશ સાથે એક આગવી શૈલીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરતી આવી છે. આ વર્ષે સંસ્થા દ્વારા ભાતીગળ ગામડાંની થીમ ઉપર નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં માટે મહિનાઓ અગાઉથી મેરેથોન બેઠકો યોજવામાં આવી હતી. સંસ્થાની કોર કમિટીમાં રજૂ થયેલી અઢળક થીમ ઉપર ગહન ચર્ચા વિચારણાના અંતે આ વર્ષે ગામઠી થીમ ઉપર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરના સાંસ્કૃતિક વારસાને જાળવવાની જવાબદારી “ગાંધીનગર કલ્ચરલ ફોરમ” ઉત્સાહપૂર્વક નિભાવે છે અને નિભાવશે તેમ કહી સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ જણાવ્યું હતું કે, છવીસ વર્ષ અગાઉ સ્ટેજ નાટકોનો જમાનો હતો. જે જોવા માટે અમારા 22 મિત્રોનું ગ્રુપ અમદાવાદ જતાં હતાં. ત્યારે મનમાં વિચાર આવ્યો કે, ગાંધીનગર તો સરકારી નગર છે, સમગ્ર રાજયનો વહીવટ કરતું પાટનગર ગાંધીનગરમાં શિક્ષિત સમાજ હોય આગવી જીવનશૈલી સંસ્કૃતિક સમજણ હોય તોય ડલ સીટી કઈ એન્ટરટેઇનમેન્ટ નથી? બસ આ પ્રશ્નાર્થ અને આશ્ચર્ય ચિહ્ન દુર કરવા મિત્રો સાથે મળી “ગાંધીનગર કલ્ચરલ ફોરમ” સંસ્થા નિર્માણ કરવાનો વિચાર થયો અને કાળક્રમે એ વિચાર આચાર બન્યો. એ વિચાર વિકસવા માંડ્યો અને આજે વિચાર આપણા સૌના હૃદયમાં લાગણી બનીને એક વટવૃક્ષ બની ચૂક્યું છે. પ્રારંભિક તબક્કે 294 સભ્યોથી શરૂ થયેલી કલ્ચરલ સંસ્થા 5 હજાર 600 સભ્યો સાથે આજે વટવૃક્ષ બની ગઈ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના કાળના બે વર્ષ પછી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા નવા ઉમંગ – ઉત્સાહ સાથે આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનું પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક રીતે ઊજવવામાં આવશે. જે માટે આબેહૂબ ગામડાનું નિર્માણ કરાયું છે. અહીં ચાંકડા, માટલા, ગરબા સહિતની ચીજો રાખીને ગામડાંનો માહોલ ઉભો કરાયો છે. ખેલૈયાઓ મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે 3 લાખ ચો.ફૂટનું વિશાળ મેદાન સજાવાઈ રહ્યું છે. એકી સાથે 10 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે એવું વિશાળ ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code