શાકાહારનો વધતો ક્રેઝ: શાકાહારીઓની સંખ્યામાં ભારત ટોચ ઉપર
ભારત સહિત દુનિયાના અનેક દેશમાં લોકો હવે શાકાહાર તરફ વળી રહ્યાં છે. હેલ્થ કોન્શિયસ અને પર્યાવરણપ્રેમી લોકો હવે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ તરફ વળ્યા છે. ભારતમાં અનેક મહાનુભાવો શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કરે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધારે 29.5 ટકા લોકો શાકાહારી છે. બીજી તરફ મોટાભાગના જાણકારો પણ લોકોને શાકાહારી ભોજન માટે અપીલ કરે છે.
- શાકાહાર અપનાવવા પાછળના મુખ્ય કારણો
હેલ્થ અને ફિટનેસ: માંસાહારમાં થતી ભેળસેળ અને હોર્મોનલ ઇન્જેક્શનથી બચવા લોકો શાકાહાર પસંદ કરી રહ્યા છે.
પર્યાવરણ ફેરફાર: ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે માંસ ઉદ્યોગ પર નિર્ભરતા ઓછી કરવાનો પ્રયાસ.
સેલિબ્રિટી પ્રભાવ: વિરાટ કોહલી જેવા સ્પોર્ટ્સ આઈકન પ્લાન્ટ બેઝ્ડ ડાયટ ફોલો કરતા હોવાથી ચાહકોમાં પણ ક્રેઝ વધ્યો છે.
નૈતિક કારણો: પ્રાણીઓ પ્રત્યે વધતી દયાભાવના
વિશ્વના ટોપ શાકાહારી દેશમાં ભારત ટોચ ઉપર છે. ભારતમાં 29.5 ટકા લોકો શાકાહારી ભોજન લે છે. ધાર્મિક પરંપરા અને પ્લાન્ટ બેઝ્ડ આહારની વિવિધને કારણે લોકો શાકાહારી ભોજન વધારે પસંદ કરે છે. આવી જ રીતે મેકિસકોમાં 19 ટકા, બ્રાઝિલમાં 14 ટકા, તાઈવાનમાં 13.5 ટકા, ઈઝરાયલમાં 13 ટકા, ઓસ્ટ્રેલિયામાં 12.1 ટકા અને ફિનલેન્ડમાં 12 ટકા જેટલા લોકો શાકાહારી ભોજન પસંદ કરે છે.


