1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત ભાજપના સંગઠનનું માળખુ જાહેર, ગોરધન ઝડફીયાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક

ગુજરાત ભાજપના સંગઠનનું માળખુ જાહેર, ગોરધન ઝડફીયાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક

0
Social Share

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટલની નિમણુંક બાદ સંગઠનમાં કેટલાક ફેરફારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી. દરમિયાન આજે સી.આર.પાટીલ દ્વારા ભાજપના સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે.

આ માળખામાં ગોરધન ઝડફીયાની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે ભીખુભાઈ દલસાણીયાને પ્રદેશ મહામંત્રી તરીકેને જવાબદારે સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ કાપડિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર, કૌશલ્ય કુંવરબા પરમાર, જનકભાઈ બગદાણાવાળા અને વર્ષાબેન દોશીની નિમણુંક કરવામાં આવી છે.

પ્રદેશ મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોજ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે મહેશ કસવાલા, રધુ હુંબલ, પંકજ ચૌધરી, શિતલબેન સોની, જવેરીભાઈ ઠકરાર, નૌકાબેન પ્રજાપતિ, જાનવીબેન વ્યાસ અને કૈલાસબેન પરમારને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરેન્દ્રભાઈ પટેલની પ્રદેશ કોષાધ્યક્ષ અને ધર્મેન્દ્ર શાહની સહ-કોષાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code