- ૩૦ ઓગસ્ટ, રવિવારે પ્રસારિત થનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૭મા એપિસોડના ઉપલક્ષ્યમાં વિશેષ આયોજન
ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2026 – દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત‘ કાર્યક્રમ દ્વારા દેશના ખૂણે-ખૂણે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ભારતીયોની અસાધારણ સિદ્ધિઓ અને વિશિષ્ટ કાર્યોને વાચા આપીને સમાજને પ્રેરિત કરે છે. સ્વચ્છતા, પર્યાવરણ રક્ષા, મહિલા ઉત્કર્ષ, આત્મનિર્ભરતા અને યુવાનોના નવાચારો જેવા જનહિતના વિષયો પર તેઓ વિશેષ ભાર મૂકે છે. સવારે ૧૧.૦૦ કલાકે પ્રસારિત થતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમને રાજ્યના તમામ બૂથમાં ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો સાંભળે છે.
૩૦ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારે પ્રસારિત થનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૭મા એપિસોડના ઉપલક્ષ્યમાં ભાજપા દ્વારા રાજ્યમાં ૪ સ્થાનોએ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ડૉ. સતીશ પુનિયાજી અમદાવાદ ખાતે રાજસ્થાની સમાજના નાગરિકો સાથે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર ખાતે યુવાનો સાથે, કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સુરત ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સ અને કંપની સેક્રેટરીઝ સાથે તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર ખાતે યુવા ખેડૂતો સાથે સવારે ૧૧.૦૦ કલાકે ‘મન કી બાત કાર્યક્રમ નિહાળશે. આ ઉપરાંત રાજ્યના તમામ બુથ પર ભાજપા કાર્યકરો કાર્યક્રમને નિહાળશે.
‘મન કી બાત‘ કાર્યક્રમ અંતર્ગત ચાર સ્થળોએ આયોજિત કાર્યક્રમની વિગત નીચે મુજબ છે.
૧.
‘મન કી બાત- રાજસ્થાની સમાજ કે સાથ‘ – રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ડૉ. સતીશ પુનિયા. સ્થળ: સરદાર સ્મારક ભવન, શાહીબાગ, અમદાવાદ.
૨.
‘મન કી બાત- યુવાઓ કે સાથ‘ – ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. સ્થળ: A 37/38, પ્રમુખ આર્કેડ, કુડાસણ, ગાંધીનગર.
૩.
‘મન કી બાત- ચાર્ટર્ડ એકાઉન્ટન્સ કે સાથ‘ – કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ. સ્થળ: સુરત મહાનગર ભાજપા કાર્યાલય, ઉધના, સુરત.
૪.
‘મન કી બાત- યુવા કિસાનો કે સાથ‘ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી. સ્થળ: દુધઈ, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર.


