1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ વિશ્વમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ
ગુજરાતઃ વિશ્વમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ

ગુજરાતઃ વિશ્વમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ

0
Social Share

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો.

તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અમે એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં હવે કોઈએ દેશ માટે મરી ફીટવાની જરૂર નથી હવે સૌએ દેશનું ગૌરવ વધે એ રીતે જીવન જીવવાની જરૂર છે. પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધન થાય એ રીતે જીવવાનું છે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ બચશે અને સબસીડીનો ખર્ચ પણ ઘટશે.

એટલું જ નહીં, ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવથી પાણીની પણ બચત થશે. નાની નાની વસ્તુઓની કાળજી લેવાથી આપણે દેશની મોટી સેવા કરી શકીશું. દેશ અને દુનિયામાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ થઈ રહ્યો છે.

ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમૃઘ્ઘિ, સલામતી અને આર્થિક ઉન્નિતનું સ્વપ્ન જોયું છે. જેને સફળ બનાવવા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ઘપી રહ્યા છે.

નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાનએ ઘરતી અને વાયુના રક્ષણ તથા સૌ નાગરિકોના આરોગ્યની સલામતી માટે યુરિયાના વપરાશને ઘટાડવા અનુરોઘ કર્યો હતો. ઇફકોના સંશોઘકોએ નવીન પ્રયોગો હાથ ઘરીને નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે. કૃષિક્ષેત્રે નવી ક્રાંતિની દિશામાં ખેડૂતોએ આ ટેકનોલોજી થકી ડગ માંડયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code