
અમદાવાદઃ ચીનમાં કોરોનાનો કહેર વધ્યા બાદ ભારત સરકારની સુચનાથી ગુજરાત સરકારે પણ આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. સાથે જ પ્રિકોશન ડોઝ ના લીધો હોય તો કોરોના સામે રક્ષણ માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે. વિદેશમાં કોરોનાના નવા વિરેયન્ટ BF7ના કહેર વચ્ચે રાજ્યમાં પણ ધીમી ગતિએ કેસ વધી રહ્યા છે. જેથી લોકોની ફરી એક વખત ચિંતા વધી ગઈ છે. તો કોરોના રિટર્ન થતા ફરી એકવાર રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. અને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર આપવાની સૂચના આપી છે. પરંતુ ગુજરાતના કેટલાક શહેરોમાં વેક્સીનનો પુરતો જથ્થો જ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વેક્સનનો નવો સ્ટોક ખરીદવાની પ્રકિયા હાથ દરવામાં આવી છે. પરંતુ હાલ એવી સ્થિતિ છે. કે, ઘણાબધા શહેરોમાં વેક્સિનનો સ્ટોક નથી.ભાવનગરમાં તો રસીના પૂરતા ડોઝ જ નથી. તો પછી રસીકરણ પર કેવી રીતે ભાર આપવું. હાલની સ્થિતિ મુજબ ભાવનગરમાં માત્ર રસીના 200 ડોઝ છે જેની એક્સપાયરી ડેટ પણ પુરી થવાની તૈયારીમાં છે. ભાવનગરમાં 14 હેલ્થ સેન્ટર વચ્ચે માત્ર રસીના 200 ડોઝ જ છે. જેથી રસીકરણ અભિયાન પર ભાર કેવી રીતે આપવો તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને બાળકનો આપવની રસીનો તો એક પણ ડોઝ હાજર નથી. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકાર રસીકરણ અંગે ભાર આપવાની સલાહ આપી છે. પરંતુ રસીના પૂરતા ડોઝ ના હોવાથી તંત્રની મુશ્કેલી વધી ગઈ છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકો ફરી પ્રિકોશન ડોઝ લેવા માટે ઉમટી રહ્યા છે. પરંતુ રસી ના હોવાથી હવે હાલાકી પડી રહી છે. ત્યારે તાત્કાલિક તમામ સેન્ટર પર રસીના પૂરતા ડોઝ આપવાની તંત્ર માગ કરી રહ્યું છે. ભાવનગર ઉપરાંત વડોદરામાં રસીકરણ બંધ છે. વડોદરા કોર્પોરેશન પાસે પણ રસીના ડોઝ ઉપલબ્ધ નથી. 17 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને અપાતી કોરબિવેક્સ રસી એક મહિનાથી બંધ છે. વડોદરા શહેરમાં તમામ ઉંમરના લોકોનું રસીકરણ બંધ છે. લોકોને રસી લેવી હોય તો પણ હાલ મળી શકે તેમ નથી. આ ઉપરાંત ઘણા જિલ્લાઓમાંથી વેક્સિનનો સ્ટોક મોકલવા આરોગ્ય વિભાગ સમક્ષ માગણીઓ આવી રહી છે.
હાલમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમદાવાદ કોર્પોરેશને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બહારથી આવતા લોકોના ટેસ્ટિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મામલે એએમસીના હેલ્થ અધિકારીએ જણાવ્યું કે દરેક અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક પહેરે તેવી અપીલ પણ કરી છે. તેમજ અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે અમદાવાદમાં હાલમાં કોરોનાના 8 કેસ એક્ટિવ છે.