Homeગુજરાતીગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો કહેર, તો કેરળમાં વરસાદની આગાહી

ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો કહેર, તો કેરળમાં વરસાદની આગાહી

  • ગુજરાત, મધ્ય પ્રદેશમાં ગરમીનો પારો વધારે
  • પણ કેરળમાં વરસાદની આગાહી
  • હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

દેશના કેટલાક રાજ્યોમાં જેમ કે ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે દેશમાં કેરળ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં આગામી રવિવાર સુધી ભારે વરસાદ સાથે વાવાઝોડું રહેવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. તિરૂવનંતપુરમ, કોલ્લમી, પટામનથ્થિટા, ઇડુક્કી અને મલાપ્પુર જીલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદને કારણે રાજયનાં કેટલાંક વિસ્તારોમાં ઉભા પાક અને સંપતિને ઘણું નુકશાન થયું છે. કેરળના લક્ષદ્વિપના દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારી માટે આજે પણ પ્રતિબંધ લાગુ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ગરમીનો પારો વધારે નોંધાઈ શકે તેમ છે. ગુજરાતમાં અત્યારે જ ગરમીનો પારો 42 અને 43 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે આગામી સમયમાં આ આંકડો વધી શકે તેવી સંભાવના પણ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular