1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતઃ નવા CM ભુપેન્દ્ર પટેલને PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
ગુજરાતઃ નવા CM ભુપેન્દ્ર પટેલને PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

ગુજરાતઃ નવા CM ભુપેન્દ્ર પટેલને PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

0

અમદાવાદઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સીએમ ભુપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવીને યથસ્વી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ભુપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન, આપને યશસ્વી કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યાં બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતા મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી. શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યાં હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.