1. Home
  2. ગુજરાતી
  3. દેશના નવ રાજ્યોમાં રસીકરણ અભિયાનમાં ગુજરાત પ્રથમક્રમે
દેશના નવ રાજ્યોમાં રસીકરણ અભિયાનમાં ગુજરાત પ્રથમક્રમે

દેશના નવ રાજ્યોમાં રસીકરણ અભિયાનમાં ગુજરાત પ્રથમક્રમે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં શનિવારથી આંશિક ઘટાડો થયો છે, બીજીબાજુ સરકારે રસિકરણનું અભિયાન તેજ બનાવ્યુ છે. આ અભિયાનમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 1લી મે થી,  ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં  રાજ્યમાં 18-44 વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-19 રસીકરણની કામગીરી શરૂ થઈ છે. ગુજરાતે  રાજ્યના  અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સહિત મહાનગરો તથા 3 જિલ્લા  મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં 18 થી 44 ની વયના  નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ  કરી છે. ગુજરાત સહિત દેશના જે 9 રાજ્યો  મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્લી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમીલનાડુમાં રસીકરણ શરુ થયું છે. દેશના આ રાજ્યોમાં 80 હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં 92 ટકા કામગીરી  એટલે કે 60 હજાર સામે 55235 ડોઝ આપીને ગુજરાત દેશમાં આ 18 થી 44 ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને રહ્યું છે

રાજ્યના  18-44 વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ મળતા  આ 10 જિલ્લા/કોર્પોરેશનમાં કુલ 60,000 ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ 55,235 વ્યક્તિઓને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.  ગુજરાત સહિત દેશ ના જે 9 રાજ્યો  મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્લી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તમીલનાડુ માં રસીકરણ શરુ થયું છે. દેશ ના આ રાજ્યો માં 80 હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત  તેમાં 92 ટકા કામગીરી  એટલે કે 60 હજાર સામે 55235 ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં આ 18 થી 44 ની વય ના નાગરિકોના રસીકરણ માં પ્રથમ સ્થાને રહ્યું છે, મુખ્યપ્રધાન વિજય  રૂપાણી સઘન પ્રયત્નોના પરિણામે ગુજરાતને સીરમ ઇન્સ્ટીટ્યુટ, પુના તરફથી ૩૦મી એપ્રિલના રોજ કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો છે.
18 થી 44 ની વય જૂથના નાગરિકો માટે રસીકરણ રજીસ્ટ્રેશનની ઓન લાઇન પ્રક્રિયા 28 એપ્રિલ થી શરુ થતાં જ રાજ્યના આ વયના લોકોએ વ્યાપક પ્રતિસાદ આપીને મોટા પ્રમાણમાં ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code