Site icon Revoi.in

ગુજરાતઃ 24 કલાકમાં 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા

Social Share

ગાંધીનગરઃ રાજયમાં વાદળછાયા અને ભેજવાળા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 35 તાલુકાઓમાં છૂટોછવાયા ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે રાજયમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે.

તો બીજી તરફ રાજયના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો જવાને કારણે નાગરિકો બફારાથી ત્રસ્ત થઈ ગયા છે. રાજકોટ અને કંડલા એરપોર્ટ ખાતે 41 ડિગ્રી તાપમાન નોંઘાયું હતું. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર, ડીસામાં વાદળ અને અતિશય બફારા વચ્ચે તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાની નજીક બે સિસ્ટમ સક્રિય થવાને પગલે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.