ગુજરાતઃ ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા
- સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીએ પેરણા આપી
- શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસ: શિક્ષણ મંત્રી
ગાંધીનગર, 27 માર્ચ, 2026 – રાજ્યના ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વસ્પર્શી અને ગુણવત્તાયુક્ત બનાવવાના સંકલ્પ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્રાયક્રમમાં મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના અંદાજે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવા તથા વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે દીકરા-દીકરીઓનો ઝોક વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ આત્યાર સુધીમાં રાજ્ય સરકારે 27.61 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાઓ પેટે 1871.78 કરોડ રૂપિયાની સહાય આપી છે.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને વડીલ વાત્સલ્ય ભાવે પ્રરણા આપતા કહ્યું કે, વિદ્યાર્થીકાળમાં સોશિયલ મીડિયાનો મર્યાદિત સમય માટે ઉપયોગ થાય અને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય તેવું આચરણ બાળકોએ કરવું જોઈએ.
શિક્ષણની વિવિધ યોજનાઓ અંતર્ગત રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૫૪ કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું તે આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શિક પગલું છે તેમ, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ હરિયાણામાં વિધાનસભા ટિકિટ માટે સાત કરોડ ચૂકવ્યા હતા, મહિલા નેતાના પતિની ફરિયાદ બાદ કેસ દાખલ
ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, બાળકને સમાન અને વિશ્વસ્તરીય શિક્ષણ આપીને ગુજરાત વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા મજબૂત આધારસ્તંભ બન્યું છે. સ્ટાર્ટઅપ એટલે ઉદ્યેગ સાહાસિકતા-એન્ટરપ્રેન્યોરશિપની દિશામાં સતત પ્રયત્ન છે. રાજ્યના જે ૭૩૫ સ્ટાર્ટઅપ ઇનોવેશન આઈડિયા પસંદ થયા છે અને તેના પર કામ કરવા છે એ તમામ ૧,૪૦૦થી વધારે વિદ્યાર્થીઓની સ્ટાર્ટઅપ સફર શરૂ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, ગુજરાત એ એવું રાજ્ય બન્યું છે કે જે શાળા કક્ષાએ સ્ટાર્ટઅપ ઇનોવેશનના આઈડિયા પર રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપે છે જેનો મૂળ હેતુ શાળાથી જ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો છે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ સાથે અનેક સકારાત્મક અને પરિણામલક્ષી યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧૨,૭૦૮ અને માધ્યમિકમાં ૯,૪૦૦ શિક્ષકોની ગત વર્ષમાં મેગા ભરતી કરવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.


