1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત મ્યુકરમાઈકોસીસ સામે પણ સફળતા મેળવશેઃ સીએમ રૂપાણી
ગુજરાત મ્યુકરમાઈકોસીસ સામે પણ સફળતા મેળવશેઃ સીએમ રૂપાણી

ગુજરાત મ્યુકરમાઈકોસીસ સામે પણ સફળતા મેળવશેઃ સીએમ રૂપાણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બીજી તરફ બ્લેક ફંગસના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. બ્લેક ફંગસના કેસ વધતા હોસ્પિટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને ઈન્જેકશન મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું હતું. ગુજરાત કોરોનાની જેમ મ્યુકરમાઈકોસીસ સામે પણ સફળ રહશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બ્લેક ફંગસના વધતાં કેસ અને ઇન્જેકશનની અછત વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસીસ રોગચાળો વ્યાપક થયો છે. રાજ્યમાં આ રોગના કેસ જોવા મળ્યા છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવ્યા છે. એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની સર્વવ્યાપી ઘટ છે. અત્યાર સુધી 20,700 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે. વધુ જથ્થો સોમવારે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગુજરાત મ્યુકર માઇકોસીસ સામે પણ સફળતા મેળવશે.

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. એટલું જ નહીં રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની પણ ભારે અછત ઉભી થઈ હતી. જેથી દર્દીઓ અને તેમના પરિવારજનો ચિંતામાં મુકાયાં હતા. હવે રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હવે સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઘટી રહ્યાં છે. જો કે, બીજી તરફ બ્લેક ફંગસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બે હજારથી પણ વધારે પોઝિટિવ અત્યાર સુધીમાં સામે આવ્યાં છે. બીજી તરફ જરૂરી ઈન્જેકશનની પણ ઉછત ઉભી થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code