1. Home
  2. ગુજરાતી
  3. હેન્ડસમ હંક હૃતિક રોશને ‘વેધા’નો નવો લૂક શેર કર્યો,ચાહકોએ કહ્યું કે…
હેન્ડસમ હંક હૃતિક રોશને ‘વેધા’નો નવો લૂક શેર કર્યો,ચાહકોએ કહ્યું કે…

હેન્ડસમ હંક હૃતિક રોશને ‘વેધા’નો નવો લૂક શેર કર્યો,ચાહકોએ કહ્યું કે…

0
Social Share
  • વિક્રમ વેધાના નવા લૂકમાં જોવા મળ્યો હૃતિક રોશન 
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
  • વિક્રમ વેધા એક્શન-થ્રિલર ફિલ્મ  
  • ફેન્સની સાથે સેલિબ્રિટીએ પણ આપ્યો પ્રતિભાવ

મુંબઈ:બોલિવૂડનો હેન્ડસમ હંક હૃતિક રોશન આ દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ વિક્રમ વેધાને લઈને ચર્ચામાં છે.હાલમાં જ તેણે પોતાના નવા લૂકનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે.આ તસવીરમાં હૃતિક એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.ફોટોમાં તેણે દાઢી વધારી છે.સફેદ શર્ટ અને ચશ્મામાં પણ શાનદાર દેખાય છે.તેની તસવીર શેર કરતા હૃતિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અશાંતિ પર શાંતિ રાખવાનો પ્રયાસ… વેધા બનવાના પ્રયાસો જારી.’

https://www.instagram.com/p/Ccshx0wPURv/?utm_source=ig_embed&ig_rid=1d7e2b2c-2d4a-4810-a71c-cfbaff868f26

આ ફિલ્મમાં હૃતિક ઉપરાંત સૈફ અલી ખાન પણ છે.આ ફિલ્મ એ જ નામની તમિલ ફિલ્મની રિમેક છે જેમાં વિજય સેતુપતિ અને આર માધવન મુખ્ય ભૂમિકામાં છે.હૃતિકનો નવો લૂક સામે આવ્યા બાદ ફેન્સની સાથે સેલિબ્રિટી પણ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.  ડાયરેક્ટર ઝોયા અખ્તરે આ ફોટો પર હાર્ટ ઈમોજી બનાવી છે.તો,એક યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિને ઉંમરથી કોઈ ફરક પડતો નથી.’ જ્યારે એકે લખ્યું, ‘70% લોકો માત્ર અને માત્ર તમારા માટે જ ફિલ્મ જોવા જશે.’ અન્ય એક યુઝરે હૃતિકની તુલના ગ્રીક ગોડ સાથે કરી હતી.

વિક્રમ વેધા એક એક્શન-થ્રિલર ફિલ્મ છે જે એક ગેંગસ્ટરને પકડવા અને મારી નાખવા એક પોલીસ અધિકારીના મિશનની આસપાસ ફરે છે.આ ફિલ્મમાં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. ફિલ્મમાં હૃતિક વેધાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન પોલીસ અધિકારી વિક્રમની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાધિકા આપ્ટે અને રોહિત સરાફ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી કરી રહ્યા છે. તેણે મૂળ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code