ગુજરાત કોંગ્રેસની જવાબદારી રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માના હાથમાં, પ્રભારી તરીકે થઈ નિમણૂક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા તો તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હવે કોંગ્રેસ પણ હવે તેમા પાછળ પડે તેમ નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પ્રથમ નવરાત્રીએ આ જાહેરાત કરી છે. ડો રઘુ શર્માની ગુજરાત સિવાય દાદરાનગર હવેલી, દિવ અને દમણના પણ પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
કેટલાક પોલિટીકલ જાણકારોના કહેવા અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઈ મોટો રાજકીય ચહેરો ન હોવાના કારણે હવે રાજસ્થાનના આરોગ્ય મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુબ નજીક ગણાય છે.
જો કે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા રાજીવ સાતવનું કોરોના કારણે નિધન થતા ગુજરાતના પ્રભારીનું પદ ખાલી રહ્યું હતું. ઘણા લાંબા સમયથી અનેક નામ પર અટકળો ચાલી રહી હતી પરંતુ આખરે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રભારી જાહેરાત કરી નાંખી છે. હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળશે.
ગુજરાતમાં કોંગ્રસે છેલ્લા 25 વર્ષથી સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. 2015ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામ કોંગ્રેસ તરફ રહ્યા હતા પરંતુ કોંગ્રેસને આ પરિણામો 2017 વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ લઇ શકી ન હતી.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા છે છતા હજુ તેનો સ્વીકાર કરાયો નથી. ત્યારે નવા પ્રભારી તરીકે નિમણૂક બાદ ગુજરાત કોંગ્રેસમા ધરખમ ફેરફાર જોવા મળશે. પ્રદેશ પ્રમુખથી લઇ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોંગ્રેસ નેતા આર પી સિઘનું નામ પણ ચાલી રહ્યું હતું પરંતુ ડો રઘુ શર્માની પસંદગી દિલ્હી હાઇકમાન્ડ દ્વારા કરાઇ છે.