1. Home
  2. ગુજરાતી
  3. હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા
હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા

હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા

0
Social Share

દરેક લોકો પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે તમામ પ્રયાસ કરતા હોય છે, કેટલાક લોકો ખાસ પ્રકારનો સમય કાઢીને પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે પણ ક્યારેક તે પર્યાપ્ત હોતું નથી અને કેટલાક લોકો પાસે સમય પણ હોતો નથી. ત્યારે દરેક લોકો જે ડર હંમેશા સતાવતો હોય છે તે છે કેન્સરની બીમારીનો કે જેને અતિભયંકર બીમારી તરીકે લોકો જોતા હોય છે.

આવામાં બ્રિટનના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે છેલ્લા 30 વર્ષમાં દુનિયામાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને કેન્સરનાં દર્દીઓમાં સૌથી વધુ 50 વર્ષથી ઓછી વયના દર્દીઓ છે અને આવનારા 10 વર્ષમાં આ સમસ્યા વધુ વકરશે.

છેલ્લા 30 વર્ષમાં કેન્સરનાં કેસમાં કુલ 79 ટકા જેટલો વધારો થયો છે. બ્રિટીશ મેડીકલ જર્નલ (ઓન્કોલોજી)એ પોતાનાં અધ્યયનનાં આધારે આ રિપોર્ટ પ્રકાશીત કર્યો છે. આ રિપોર્ટમા 2019 સુધીનાં આંકડા સામેલ કરાયા છે. તે હિસાબે 1990 થી 2019 દરમ્યાન કેન્સરના દર્દીઓ 18.2 કરોડથી વધીને 32.6 કરોડ થઈ ગયા. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેન્સરતી થતા મોતમાં આ વર્ષોમાં 28 ટકાનો વધારો થયો છે.

મોટાભાગનાં 50 વર્ષથી નીચેની વયનાં દર્દીમાં પ્રોસ્ટેટ અને વિંડપાઈપ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, 2030 સુધીમાં કેન્સર વિકરાળ સ્વરૂપ લેશે.કેન્સરથી મોત પણ 21 થી 31 ટકા વધી શકે છે.

આ ત્રણ દાયકામાં ડાયગ્નોસ્ટીક ટુલ્સ પણ વિકસીત થયા છે. આ સિવાય ચિકિત્સા સુવિધા પણ વધી છે. પહેલા બહુ ઓછા લોકો હોસ્પીટલ સુધી પહોંચતા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનાં લોકો તપાસ નહોતા કરાવતા આ ઉપરાંત પ્રદુષણ, ખાનપાનની આદત અને ફીઝીકલ એકટીવીટીની કમીના કારણોને પણ નજર અંદાજ ન કરી શકાય.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code