
રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો વધ્યો – ગાંઘીનગર બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર
- રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાયો
- આવનારા 2 દિવસમાં સખ્ત ગરમીની આગાહી
અમદાવાદ – સમગ્ર દેશમાં શિયાળો પૂર્ણ થતાની સાથે જ ગરમીએ માજા મૂકી છે, રાજ્યમાં ગરનીમો પ્રકોપ વધી રહ્યો છે, આ સાથે જ આવનારા બે દિવસ દરમિયાન ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે, સાથે જ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે.
રાજ્યના શહેરોમાં બપોરની તડકામાં લોકોની અવર જવર પણ ઓછી જોવા મળી રહી છે, અસહ્ય ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરી રહ્યા છે ત્યારે આ વર્ષનો ઉનાળો હાય તોબા પુકારશે તેવા એંઘઆણ માર્ચ મહિનાથી જ વર્તાઈ રહ્યા છે
આ સાથે જ સોથ ગરનમ પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિતના 16 શહેરોમાં હાલ તાપમાન 37 ને પાર પહોંચી ચૂક્યું છે.
ત્યારે રાજયની રાજધાની ગાંઘીનગરમાં તાપમાન સૌથી ઉચું નોંધાઈ રહ્યું છે, ગરમીનો પારો વધતા લોકો માર્ચ મહિનાથી જ ગરનમીના કારણે ત્રાહીત્રામ થઈ ચૂક્યા છે.હાલ ગાંઘીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો બીજી તરફ ડિસાનું તાપમાન પણ ઊંચુ નોંધાયું છે.
તો બીજી તરફ ભર ગરમીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,આવનારી તારીખ 20 અને 21 માર્ચનાં રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને મહીસાગરમાં હવામાન વિભઆગના જણાવ્યા પ્રમાણે સામાન્ય વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.
સાહિન-