1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણોત્સવ દરમિયાન મેઘો પણ જુદા જુદા વિસ્તારોમાં અભિષેક કરીને ધરાને ભીંજવી રહ્યો છે, શનિવારે 152 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી અથિ બારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બંદરો પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે  દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.  જોકે ગુજરાતમાં આ પહેલાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટ દરમિયાન એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

રાજ્યમાં શનિવારે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 152 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં મહિસાગરના લૂંણાવાડા, સુરતના ઉંમરપાડાં,  ખેડાના માતર, આણંદ, વસો, નીઝર, હાંસોટ, સહિત તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતૂર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા,  અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12થી 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે, જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી કરી રહેલા માછીમારો બંદર પર પરત ફર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code