
બાંગ્લાદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નવના મોત
- મૃત્યુઆંક વધવાની શકયતા
- તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ
- ભારે વરસાદને પગલે જનજીવનને અસર
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન વીજળી પડવાની ઘટના પણ બની હતી. બાંગ્લાદેશમાં વીજળી પડવાની નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં વીજળી પડી હતી, જેમાં નવ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સમય અનુસાર સવારે ભારે વરસાદ વચ્ચે સુનામગંજ, મૌલવીબજાર અને સિલ્હેટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડવાના મોટા ભાગના બનાવો ગ્રામ્ય વિસ્તારોમાં બન્યા છે જ્યાં લોકો તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ગીચ વસ્તીવાળા દક્ષિણ એશિયાના દેશમાં વર્ષના આ સમય દરમિયાન વીજળી પડવાથી મૃત્યુ સામાન્ય છે કારણ કે શુષ્ક મોસમથી વરસાદી ઉનાળાની ઋતુમાં ફેરફાર થાય છે. બાંગ્લાદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં વીજળી પડવાથી મૃત્યુમાં વધારો થયો છે. વર્ષોથી દર વર્ષે સેંકડો મૃત્યુ નોંધાયા છે. નિષ્ણાતો દાવો કરે છે કે આ હવામાન પરિવર્તનને કારણે છે. જેણે બાંગ્લાદેશને તેની અસર પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને પગલે દુનિયાના મોટાભાગના દેશમાં વાતાવરણમાં પરિવર્તનની અસર જોવા મળી રહી છે.