નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.
આગામી પાંચ દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, કેરળ અને માહેમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિઓ રહેવાની સંભાવના છે.