Site icon Revoi.in

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાક ધોવાયો

Social Share

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્થાએ આંધ્રપ્રદેશ અને યાનમમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને આજે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના પ્રભાવ હેઠળ, આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ગઈકાલે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.જોકે, ઓડિશામાં, કેટલાક વિસ્તારોમાં સામાન્ય ભૂસ્ખલન અને વૃક્ષો પડવાના અહેવાલો હતા.

મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે ઓડિશા મોન્થાથી મોટા નુકસાનથી બચી ગયું છે. સાવચેતીના પગલાં ઝડપથી લેવાથી લોકોને રાહત મળી છે.વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ 26 ટીમો તૈનાત કરી છે, જેમાંથી 12 આંધ્રપ્રદેશમાં, છ ઓડિશામાં અને ત્રણ ઉત્તરી તમિલનાડુમાં છે.તેણે છત્તીસગઢ અને તેલંગાણામાં પણ કર્મચારીઓને તૈનાત કર્યા છે.

તેલંગાણામાં, મોન્થા વાવાઝોડાના પ્રભાવ હેઠળ હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. નાગરકુર્નૂલ અને નાલગોંડા જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે.નાગરકુર્નૂલમાં આજે સવારે 5 વાગ્યા સુધીમાં સૌથી વધુ 167.3 મીલી મીટર વરસાદ નોંધાયો છે, જ્યારે નાલગોંડામાં 131.3 મીલી મીટર વરસાદ નોંધાયો છે. તે જ સમયે વાનાપાર્થી, રંગારેડ્ડી, સૂર્યપેટમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. હૈદરાબાદમાં ઘણી જગ્યાએ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.