1. Home
  2. ગુજરાતી
  3. ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

0
Social Share

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે.

https://www.instagram.com/p/CTTayrspghd/

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પક્ષી ઈલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું છે. ત્યારે એક વ્યક્તિ હેલિકોપ્ટરની મદદથી આ પક્ષીનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વ્યક્તિની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જાટ ગેલેરી નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો કયાં દેશ અને શહેરનો છે તે જાણી શકાયું નથી. પરંતુ લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘માનવતા હજુ જીવંત છે.’જ્યારે અન્ય યુઝર્સ પણ આ વીડિયોની પ્રશંશા કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code